પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
2 શમએલ 19:1

Notes

No Verse Added

2 શમએલ 19:1

1
રાજા દાઉદ આબ્શાલોમ માંટે વિલાપ કરતાં કરતાં શોકમાં ડૂબી ગયો તેની જાણ યોઆબને થઈ ગઈ.
2
તે દિવસે દાઉદનું સૈન્ય યુદ્ધ જીતી ગયું હતું. પણ સર્વ લોકો માંટે જીતનો આનંદ દુ:ખમાં ફેરવાઇ ગયો હતો. એક ખૂબ ઉદાસ દિવસ હતો કારણકે લોકોએ સાંભળ્યું કે, “રાજા પોતાના પુત્ર માંટે ઘણો દુ:ખી હતો.”
3
સૈન્યના માંણસો જાણે કે યુદ્ધમાં પરાજય પામવાથી શરમાંતા હોય તેમ છાનામાંના નગરમાં ચાલ્યા ગયા.
4
રાજા પોતાના હાથ વડે પોતાનું મુખ ઢાંકીને વિલાપ કર્યા કરતો હતો. “ઓ માંરા પુત્ર આબ્શાલોમ! આબ્શાલોમ, માંરા પુત્ર, માંરા પુત્ર!”
5
પછી યોઆબ રાજાના મહેલમાં ગયો અને કહ્યું, “આજે આપે આપના અમલદારોનું અપમાંન કર્યું છે, જેમણે તમાંરો જીવ અને તમાંરા પુત્રોના અને પુત્રીઓના, આપની પત્નીઓના અને ઉપપત્નીઓના પ્રાણ બચાવ્યાં હતાં.
6
અમને લાગે છે કે આપના ઉપર જેઓ પ્રેમ રાખે છે તેમને આપ ધિક્કારો છો, અને જેઓ આપને ધિક્કારે છે તેમના ઉપર આપ પ્રેમ રાખો છો. આપે સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓની અને લડાયકોની આપને કશી કિંમત નથી. હુ સ્પષ્ટ જોઉં છું કે જો આજ આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો આપ રાજી થયા હોત.
7
હવે જાવ અને આપના સૈનિકોને પ્રોત્સાહન આપો, કારણ, આપ, જો તેમ નહિ કરો તો હું યહોવાના સમ ખાઈને કહું છું કે, સવાર સુધીમાં કોઇ આપની સાથે હશે નહિ, આપના જીવનની મોટામાં મોટી આફત શરૂ થશે.”
8
પછી રાજા ઊઠયો અને નગરના દરવાજા આગળ જઈને બેઠો, પછી લોકોને ખબર પડી કે તે ત્યાં છે તો લોકો રાજાની પાસે આવ્યાં.દરમ્યાનમાં આબ્શાલોમના અનુયાયીઓ ઇસ્રાએલીઓ પોતાને ઘેર ભાગી ગયા.
9
સર્વ ઇસ્રાએલીઓ એકબીજાને ચર્ચા કરતા હતા અને કહેતા હતા કે, “રાજાએ આપણને શત્રુઓના હાથમાંથી પણ બચાવ્યા, અને પલિસ્તીઓના હાથમાંથી બચાવ્યા હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડી જાય છે.
10
આપણે આબ્શાલોમનો રાજ્યાભિષેક કર્યો પણ તે તો યુદ્ધમાં માંર્યો ગયો છે, તેથી પાછા આવીને ફરીથી આપણો રાજા બનવા માંટે આપણે દાઉદને વિનંતી કરીએ.”
11
દાઉદરાજાએ સાદોક અને આબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો. “આમ કહેતો કે યહૂદાના આગેવાનો સાથે વાત કરી તેઓને કહો, રાજાને ફરીથી મહેલમાં લાવવામાં કુળસમૂહમાં તમે સૌથી છેલ્લા કેમ છો? સર્વ ઇસ્રાએલીઓ રાજાને ઘરે લાવવાની વાતો કરે છે.
12
તમે તો માંરા ભાઈઓ છો, માંરું લોહી અને માંરું માંસ છો. રાજાને પાછો લાવવામાં તમે શા માંટે સૌથી છેલ્લા છો?”
13
અને અમાંસાને કહો કે, તમે માંરા સગા સંબંધી છો. હું તને યોઆબને સ્થાને લશ્કરનો સેનાપતિ નિયુકત કરું છું; જો ના નિયુકત કરું તો દેવ મને શિક્ષા કરો.”
14
રીતે તેણે યહૂદાના લોકોના સર્વ કોઈનાં હૃદય જીતી લીધાં અને તેઓએ સૌએ સાથે રાજાને સંદેશો મોકલ્યો કે, “આપ અને આપના બધા માંણસોએ પાછા આવવું જોઇશે.”
15
આથી રાજા પાછો ફર્યો, અને યર્દન નદી આગળ આવી પહોંચ્યો. યહૂદાના લોકો તેને મળવા માંટે અને નદીને સામે પાર લઈ જવા માંટે ગિલ્ગાલ આવ્યા.
16
ત્યાર પછી બાહૂરીમનો બિન્યામીનકુળનો ગેરાનો પુત્ર શિમઈ યહૂદાના લોકો સાથે રાજા દાઉદને મળવા આવ્યો અને જલ્દીથી ત્યાં પહોંચી ગયો.
17
તેઓની સાથે બિન્યામીનકુળના 1,000 માંણસો હતા, તેઓમાં શાઉલનો સેવક સીબા, તેના 15 પુત્રો, અને20 સેવકો પણ તેની સાથે હતા. તેઓ તેઓના રાજાના આગમન માંટે ઝડપભેર યર્દન નદીના કિનારા પર પહોંચી ગયા.
18
તેઓએ રાજાના કુટુંબને તથા તેના સૈન્યને નદી પાર કરાવવા સખત પરિશ્રમ કર્યો અને શકય તેટલી સહાય કરી. રાજા નદી ઓળંગવાની તૈયારી કરતો હતો ત્યારે શિમઈ તેમને પગે પડયો.
19
તેણે રાજાને વિનંતી કરી અને કહ્યું, “ઓ પ્રભુ માંરા ખોટા કાર્યોને જ્યારે આપ યરૂશાલેમ છોડી ગયા, ત્યારે મેં જે ખરાબ કાર્યો કર્યા હતા, તે કૃપા કરી સંભારશો નહિ, ને તેના વિષે વિચાર કરશો નહિ.
20
કારણ, મેં પાપ કર્યુ છે તે હું તમાંરો સેવક જાણું છું, તેથી માંરા દેવ અને રાજા આજે યૂસફના કૂળમાંથી તમને મળવા માંટે સૌથી પહેલા હું અહીં આવ્યો છું.”
21
સરૂયાના પુત્ર અબીશાયે કહ્યું, “દેવના પસંદ કરેલા રાજાને શિમઈએ શાપ આપ્યો છે, શું માંટે તેને માંરી નાખવો જોઈએ નહિ?”
22
ત્યારે દાઉદે કહ્યું, “ઓ સરૂયાના પુત્રો, આજે માંરી સામે આવશો નહિ! આજનો દિવસ લોકોને મૃત્યુદંડ ફરમાંવવા માંટેનો નહિ પણ ખુશી અને આનંદિત થવાનો છે. હું ફરી એક વાર ઇસ્રાએલનો રાજા બન્યો છું.”
23
પછી દાઉદે શિમઈ તરફ ફરીને પ્રતિજ્ઞા લીધી, “હું તને જીવનદાન આપું છું.” અને રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું.
24
શાઉલનો પૌત્ર મફીબોશેથ પણ રાજાને મળવા ગયો હતો, રાજા યરૂશાલેમ છોડીને ગયા તે દિવસથી, તે જીત મેળવીને પાછા ફરે ત્યાં સુધી, તેણે પોતાનાં વસ્રો કે પગ ધોયાઁ નહોતાં, કે દાઢી પણ વ્યવસ્થિત રીતે કરી નહોતી.
25
અને જ્યારે તે યરૂશાલેમના રાજાને મળવા આવ્યો, રાજાએ તેને પૂછયું, ‘મફીબોશેથ, તું માંરી સાથે કેમ આવ્યો નહિ?”
26
તેણે કહ્યું, “હે માંરા પ્રભુ અને રાજા, માંરા સેવક સીબાએ મને દગો દીધો. હું લંગડો છું એટલે મેં તેને કહ્યું, ‘માંરા ગધેડા પર જીન નાખ, માંરે રાજા સાથે જવું છે.’
27
પરંતુ પછી માંરો સેવક તમને મળવા આવ્યો, અને તમને માંરા વિષે દુષ્ટ વાતો કરી છે. હું જાણું છું કે તમે દેવદૂત જેવા છો, આપને યોગ્ય લાગે તેમ કરો.
28
હું અને માંરા પિતાનું આખું કુટુંબ આપ નામદારના હાથે મૃત્યુદંડને પાત્ર હતા, પરંતુ આપે સેવકને આપની સાથે પોતાની મેજ પર ભોજન લેનારાઓ સાથે બેસાડીને માંન આપ્યું છે. તેથી હું તમને કઈ રીતે ફરિયાદ કરી શકું?”
29
દાઉદે કહ્યું, “હવે તમાંરે વધુ કહેવાની જરૂર નથી. મેં નિર્ણય કર્યો છે કે, હું તારી અને સીબાની વચ્ચે શાઉલની બધી મિલકત વહેંચી દઇશ.”
30
મફીબોશેથે કહ્યું, “ભલે તે બધી મિલકત લેતો. આપ નામદાર સુરક્ષિત પાછા આવ્યા, માંરે મન પૂરતું છે.”
31
ગિલયાદનો બાઝિર્લ્લાય પણ રોગલીમથી રાજાને યર્દન નદી પાર પહોંચાડવાને આવી પહોંચ્યો.
32
બાઝિર્લ્લાય એંસી વર્ષનો ખૂબ વૃદ્વ માંણસ હતો, ધનવાન માંણસ હતો, અને તેણે રાજાને તથા તેના લશ્કરને રાજાના માંહનાઈમના મુકામ દરમ્યાન ખોરાક અને બીજી જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી હતી.
33
રાજાએ તેને કહ્યું, “માંરી સાથે યર્દન નદીની પેલે પાર યરૂશાલેમમાં રહે અને હું તારું પોષણ કરીશ અને સંભાળ લઈશ.”
34
બાઝિર્લ્લાયે કહ્યું, “હવે માંરે કેટલાં વર્ષ કાઢવાનાં છે કે આપની સાથે યરૂશાલેમ આવું!
35
અત્યારે મને 80 વર્ષ તો થઇ ગયા. હું હવે કશું કરી શકતો નથી, સારું કે ખરાબ શું કહેવા માંટે હું ખૂબ વૃદ્ધ છું. ખાવાપીવાનો સ્વાદ અને આનંદ લેવા માંટે હું ખૂબ ઘરડો છું. અને ગાયકોને ગીતગાતાં સાંભળવાનો આનંદ માંણવા માંટે પણ હું ખુબ વૃદ્ધ છું. શું કરવા તો પછી તમને ભારરૂપ બની અને તમાંરી સાથે આવું?
36
અને આપે મને આવો બદલો શા માંટે આપવો જોઈએ? તમાંરી સાથે નદી પાર કરું તે માંરા માંટે મોટું સન્માંન છે.
37
મને માંરા નગરમાં પાછો જવા દો ત્યાં માંરાં માંતાપિતાને મેં દફનાવ્યાં છે. હું રહીશ અને માંરા બાકીના વષોર્ તેમની કબર આગળ પૂરા કરીશ; ને ત્યાં મૃત્યુ પામીશ. માંરો સેવક કિમ્હામ ભલે તમાંરી સાથે આવે. અને આપને જેમ ઠીક લાગે તેમ એનું કરજો.”
38
રાજાએ તે મંજૂર રાખીને કહ્યું, “ભલે, કિમ્હામ માંરી સાથે આવે અને મેં તારા માંટે જે સારું હશે તે તેને માંટે કરીશ અને તમે જે કાંઇ કહેશો, તે હું તમાંરા માંટે કરીશ.”
39
પછી રાજા અને તેના લોકો યર્દન નદી ઓળંગી ગયા. બાઝિર્લ્લાયને મળ્યા બાદ રાજાએ તેને આશીર્વાદ આપ્યા, અને બાઝિર્લ્લાય પાછો પોતાને નગર ગયો.
40
રાજા ગિલ્ગાલ ગયા અને કિમ્હામ રાજા સાથે ગયો.યહૂદાના બધા લોકો અને ઇસ્રાએલના અડધા લોકો પણ તેઓ સાથે ગયા અને નદી પાર આવ્યા.
41
ત્યાર પછી ઇસ્રાએલના બાકીના બધા લોકો રાજા પાસે ગયા અને તેમને વિનંતી કરી, “અમાંરા ભાઈઓ યહૂદાના લોકોએ આપને છાનામાંના લઈ જઇને આપને, આપના પરિવારને અને આપનાં બધાં લશ્કરને શા માંટે નદી પાર લઇ આવ્યા?”
42
યહુદાના લોકોએ ઇસ્રાએલીઓને જવાબ આપ્યો, “આ માંટે તમે અમાંરી પર ગુસ્સે કેમ થાઓ છો? રાજા અમાંરા નજીકના સગા છે. અમે રાજાના ખચેર્ ખાવાનું ખાધું નથી અને રાજાએ અમને કોઈ ભેટસોગાદો આપી નથી?”
43
ઇસ્રાએલીઓએ જવાબ આપ્યો, “અમાંરો રાજા ઉપર દસગણો વધારે હક્ક છે. તમે શા માંટે અમાંરી અવગણના કરી? રાજાને પાછો લાવવા વિષે વાત કરવાવાળા અમે પ્રથમ લોકો હતા.”યહૂદાના લોકોએ કઠોરતાથી જવાબ આપ્યો, તેઓના શબ્દો ઇસ્રાએલીઓના શબ્દો કરતાં વધારે કઠોર હતા.
×

Alert

×

gujarati Letters Keypad References